મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોંડલ: કમઢીયા ગામ પાસે બાઈકની ટક્કરમાં બેના મોત, બન્ને મિત્રો દર્શન કરવા જઈ રહ્યા હતા ને કાળ ભરખી ગયો

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ગોંડલના કમઢીયા ગામ પાસે અકસ્મ

ગોંડલ: કમઢીયા ગામ પાસે બાઈકની ટક્કરમાં બેના મોત, બન્ને મિત્રો દર્શન કરવા જઈ રહ્યા હતા ને કાળ ભરખી ગયો

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ગોંડલના કમઢીયા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો.જ્યાં બે બાઈક સામસામે અથડાતા બે મિત્રોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.અકસ્માત બાદ બન્નેના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. સુલતાનપુર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બન્ને યુવાનો નવાગઢ (જેતપુર) ગામના રહેવાસી હતા.

નવાગઢ ગામથી બન્ને મિત્રો કમઢીયા ખાતે મામાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા.દર્શન કરવા જતી વખતે અકસ્માત સર્જાયો હતો. યુવાનોના અકાળે મોતથી પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાયો હતો.

મૃતક

  • હિતેશ હરિભાઈ મકવાણા ઉ.વ.17
  • પ્રકાશ ભોવાનભાઈ મેણીયા ઉ.વ.20

ગત રોજ બનાસકાંઠામાં બે માર્ગ અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. બનાસકાંઠાના ધાનેરાના ધણોધર પાસે બે બાઈકની સામ સામે ટક્કર થઈ હતી, આ ગંભીર અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા. ડીસાના વડાવાળ ગામ પાસે બાઈક સ્લીપ થતાં યુવકનું મોત થયું હતું.

આ સમાચાર શેર કરો