Gondal news: અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક, બન્ને વકીલના જામીન રદ્દ કરવા હાઈકોર્ટમાં અરજી
રાજકોટ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર અમિત ખૂંટ આપઘાત કેસમાં આજે વળી એક નવો વળાંક આવ્યો છે.મળતા અહ

રાજકોટ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર અમિત ખૂંટ આપઘાત કેસમાં આજે વળી એક નવો વળાંક આવ્યો છે.મળતા અહેવાલ પ્રમાણે આરોપી વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરના જામીન રદ્દ કરવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મૃતક અમિત ખૂંટના ભાઈ મનીષ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે.
ગંભીર ગુના નોંધાયા હોવા છતાં ધરપકડના 7 દિવસ બાદ જ બંનેને જામીન મળ્યા
અરજદારે અરજી દાખલ કરતાં કહ્યું છે કે અગાઉ ગંભીર ગુના નોંધાયા હોવા છતાં ધરપકડના 7 દિવસ બાદ જ બંનેને જામીન મળ્યા હતા.આરોપી વકીલ સંજય પંડિત સામે ગંભીર ગુના નોંધાયેલા છે જેમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. તો બીજી તરફ હાઈકોર્ટે બન્ને પક્ષને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો છે.






