મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં સોનાના ભાવ વધતા ગોલ્ડ ઘારી મોંઘી થઈ

સોર્સ: gstv

સુરતીઓના પ્રિય તહેવાર ચંદી પડવો નજીક આવતાં જ સુરતની પ્રખ્યાત ‘ગોલ્ડ ઘારી’ની માંગ વધી ગઈ છે. જોકે, આ વર્ષે સોનાના ભાવમાં થયેલા રેકોર્ડબ્રેક વધારાના કારણે ગોલ્ડ ઘારીના ભાવમાં પ્રતિ કિલો રુપિયા ૫,૦૦૦નો વધારો થયો છે. ગત વર્ષે રુપિયા૧૬,૦૦૦ પ્રતિ કિલો વેચાતી આ સુવર્ણ વરખ વાળી ઘારી આ વર્ષે રુપિયા ૨૧,૦૦૦ના ભાવે વેચાઈ રહી છે. આમ છતાં, સ્વાદપ્રિય સુરતીઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી અને દેશ-વિદેશમાંથી ગોલ્ડ ઘારીનું ભારે એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. શુદ્ધ ઘી, ઉચ્ચ ગુણવત્તાના ડ્રાયફ્રુટ્સ અને સુવર્ણ વરખથી તૈયાર થતી આ ઘારી સ્વાસ્થ્ય માટે પણ પૌષ્ટિક માનવામાં આવે છે.

આ સમાચાર શેર કરો