મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરા: મન્હા હોસ્પિટલના તબીબ પર લાગ્યો આરોપ, ખોટા મેડીક્લેઈમના નામે પૈસા પડાવ્યા

રાજ્યની ગોધરાની મન્હા હોસ્પિટલ ફરી ચર્ચામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ગોધરામાં મન્હા હોસ્પિટલના તબીબ ફરીવાર વિ

ગોધરા: મન્હા હોસ્પિટલના તબીબ પર લાગ્યો આરોપ, ખોટા મેડીક્લેઈમના નામે પૈસા પડાવ્યા

રાજ્યની ગોધરાની મન્હા હોસ્પિટલ ફરી ચર્ચામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  ગોધરામાં મન્હા હોસ્પિટલના તબીબ ફરીવાર વિવાદમાં આવ્યા છે.

મેડીક્લેઈમ પાસ કરવા માટે વધારાના નાણાંની માંગ કરવામાં

હોસ્પિટલના તબીબ વસીમ મન્સુરી દ્વારા મેડીક્લેઈમ પાસ કરવા માટે વધારાના નાણાંની માંગ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. હોસ્પિટલના બિલની ચૂકવણી કર્યા બાદ પણ મેડીક્લેઈમના નામે વધારા નાણાં માંગવામાં આવ્યા હોવાનો આરોપ છે.

આ પણ વાંચો:

અરજદાર દ્વારા આવી ખોટી રીતે લુંટ ચલાવતા તબીબો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. કેટલા લોકો પાસેથી આ તબીબે ખોટી રીતે મેડીકલેઈમના નામે પૈસા પડાવ્યા હોવાનો આક્ષેપ છે.

આ સમાચાર શેર કરો