આખરે GMERS મેડિકલ કોલેજની ફીમાં કરાયો ઘટાડો, વિરોધ બાદ સરકાર ઝૂકી
રાજ્ય સરકારે આખરે વિરોધ બાદ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની મેડિકલ કોલેજમાં ફીમાં ઘટાડો કર્યો છે. તમ

રાજ્ય સરકારે આખરે વિરોધ બાદ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની મેડિકલ કોલેજમાં ફીમાં ઘટાડો કર્યો છે. તમને જણાવી દઈએ કે, રાજ્યની મેડિકલ કોલેજેમાં લાખો રૂપિયાનો વધારો કરવામાં વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી.
મેનેજમેન્ટ ક્વોટોમાં રૂ. 12 લાખ ફી રહેશે
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફી માં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સિવાય ગવર્નમેન્ટ ક્વોટોમાં રૂ. 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં રૂ. 12 લાખ ફી રહેશે.
મેડિકલ કોર્સની ફીમાં 50 ટકાનો કરાયો હતો વધારો
તમને જણાવી દઈએ કે, ગત 28 જૂને રાજ્ય સરકારે જીએમઇઆરસી સંચાલિત 13 મેડિકલ કોલેજમાં MBBSની ફીમાં વધારો કરવામાં આવ્યો હતો. ગાંધીનગર મેડિકલ કોલેજ સહિત ગુજરાતમાં 13 મેડિકલ કોલેજની સરકારી ક્વોટા, મેનેજમેન્ટ ક્વોટા અને એનઆરઆઇ ક્વોટાની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. જીએમઇઆરએસના સીઇઓ કહે છે કે આ ફી વધારો વર્ષ-2024-25માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને લાગુ પડવાનો હતો. જોકે, ફીમાં વધારો કરાયા બાદ વિરોધનો સૂર ઉઠ્યો હતો. જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં જે મેડિકલ કોર્સની ફી અગાઉ 3.30 લાખ રૂપિયા હતી તેના બદલે તેમાં વધારો કરીને 5.50 લાખ ફી કરી દેવાઇ હતી. મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી.








