Ahmedabad: દૂષિત પાણી મુદ્દે યુવતીનો આક્રોશ; વિશ્વગુરુ પછી બનજો, પહેલા ચોખ્ખું પાણી આપો
સ્માર્ટ સિટી અમદાવાદમાં વિકાસની મોટી-મોટી વાતો વચ્ચે પાયાની સુવિધાઓના અભાવે નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્ય
સ્માર્ટ સિટી અમદાવાદમાં વિકાસની મોટી-મોટી વાતો વચ્ચે પાયાની સુવિધાઓના અભાવે નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક યુવતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની નબળી કામગીરી સામે આકરા સવાલો કરી રહી છે.
વાયરલ વીડિયોમાં યુવતીના હાથમાં પ્રદૂષિત પાણી દેખાય છે. તંત્ર પર પ્રહાર કરતા તે કહી રહી છે કે, "તમે ભારતને વિશ્વગુરુ બનાવવાની વાતો પછી કરજો, પહેલા નાગરિકોને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા તો આપો. આ વિધાન સીધું જ શાસક પક્ષ અને તંત્રની પ્રાથમિકતાઓ પર સવાલ ઉઠાવે છે.
યુવતીએ રોષ સાથે જણાવ્યું હતું કે, જો આવું ગંદું અને પ્રદૂષિત પાણી કોઈ ધારાસભ્ય કે કોર્પોરેટરના ઘરે આવતું હોત, તો તંત્રએ અત્યાર સુધીમાં કડક પગલાં ભરી લીધા હોત. પરંતુ સામાન્ય જનતા માટે કોઈ સાંભળનાર નથી.






