મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

JUNAGADH : વિસાવદરની સીમમાં 8 વર્ષની બાળા પર સિંહણે કર્યો હુમલો

Junagadh News : જુનાગઢના વિસાવદરમાં શિકારની શોધમાં માનવવસ્તીમાં ઘુસી આવેલી સિંહણેએક બાળકી પર હુમલો કર્યાની ઘટના

JUNAGADH : વિસાવદરની સીમમાં 8 વર્ષની બાળા પર સિંહણે કર્યો હુમલો

Junagadh News : જુનાગઢના વિસાવદરમાં શિકારની શોધમાં માનવવસ્તીમાં ઘુસી આવેલી સિંહણેએક બાળકી પર હુમલો કર્યાની ઘટના ઘટી છે. આ બાળકી ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઇ છે. 

આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિસાવદરની સીમમાં એક ખેતરના ધાબા પર એક પરિવાર સૂતો હતો ત્યારે સિંહણે ધાબા પર આવીને સુતેલા લોકોમાંથી 8 વર્ષની બાળા પર હુમલા કરી શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પરિવારે બુમાબુમ કરતા સિંહણ બાળકીને ઈજાગ્રસ્ત કરીને નાસી ગઈ હતી. 

સિંહણના હિંસક હુમલામાં આ બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેને જુનાગઢની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ બાળકીની સ્થિતિ સુધરશે નહીં તો રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી શકે છે. 

વિસાવદરની સીમમાં મજૂર પરિવારની બાળકી પર સિંહણના હુમલાથી ખેડૂતોમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે. આ સિંહણ અન્ય કોઈ માનવી પર હુમલો કરે તે પહેલા પકડવા બાળકીના પિતાએ માંગ કરી છે. 

આ સમાચાર શેર કરો