Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : Mother and two daughters fall into a pond in gir somnath

Gir somnath news: પાણીના કૂંડમાં બે દીકરીઓ સહિત માતા ખાબકી, ઊંડા પાણીમાં ગરક થતાં ત્રણેયના કરૂણ મોત

Timeછેલ્લું અપડેટ : 18 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Gir somnath news: પાણીના કૂંડમાં બે દીકરીઓ સહિત માતા ખાબકી, ઊંડા પાણીમાં ગરક થતાં ત્રણેયના કરૂણ મોત
સોર્સ : AI

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના આદપોકાર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક કૂંડમાં માતા અને તેની બે નાની દીકરીઓ પડી જતાં ત્રણેયના મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

App Store

મળતી માહિતી મુજબ, આદપોકાર ગામમાં આવેલ એક કૂંડમાં માતા અને તેની બે બાળકીઓ ખાબકી હતી. પાણીમાં ડૂબી જવાથી બંને બાળકીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે માતાને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટના અકસ્માત છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.