મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગીર સોમનાથ: ઉનાના નવાબંદર ગામે માછીમાર પર સિંહે હુમલો કર્યો, ઈજાગ્રસ્ત હાલતમાં શખ્સ હોસ્પિટલમાં દાખલ

ગીર સોમનાથના ઉનાના નવાબંદર ગામે માછીમાર પર સિંહે હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ ઘટના

ગીર સોમનાથ:  ઉનાના નવાબંદર ગામે માછીમાર પર સિંહે હુમલો કર્યો, ઈજાગ્રસ્ત હાલતમાં શખ્સ હોસ્પિટલમાં દાખલ

ગીર સોમનાથના ઉનાના નવાબંદર ગામે માછીમાર પર સિંહે હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં માછીમારને ગંભીર ઇજાઓ પહોંચી હતી.ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં માછીમારને  સારવાર અર્થે ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

નવાબંદર ગામમાં છેલ્લા ઘણા સમયથી સિંહે ધામા નાખ્યા

ઉલ્લેખનિય છે કે  નવાબંદર ગામમાં છેલ્લા ઘણા સમયથી સિંહે ધામા નાખ્યા છે..જોકે આ ઘટનાને લઈને વનવિભાગને જાણ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તના ભાઈએ આ સમગ્ર મામલે માહીતી આપી છે. વન વિભાગની ટીમ સિંહનું લોકેશન શોધવા માટે તપાસ આદરી છે.

આ સમાચાર શેર કરો