અમદાવાદ: નારોલમાં ગેસ ગળતરની મોટી દુર્ઘટના, 2 શ્રમિકોના મોત; 4ની હાલત ગંભીર
અમદાવાદના નારોલમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે. દુર્ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે અને 4 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું

અમદાવાદના નારોલમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે. દુર્ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે અને 4 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આ દુર્ઘટના સર્જાઈ
નારોલમાં દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી કરતા સમયે દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 6 શ્રમિકો ઝપેટમાં આવ્યા હતા. GPCB ના અધિકારીને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે રિએક્શન થતાં ગેસ ગળતરની ઘટના થઈ
કંપનીના બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે રિએક્શન થતાં ગેસ ગળતરની ઘટના થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર વધુ પડતો ગેસ શ્વસનમાં ગયો હોવાથી બે લોકોના મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેના કારણે 9 લોકો બેભાન થઈ ગયા હતા. હાજર સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે 108 બોલાવી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં બે વ્યક્તિઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે અને પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.






