VIDEO: રાજકોટમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે સગડી બજારમાં ભારે તેજી, ગ્રાહકોને અપાતું ત્રણ દિવસનું વેઈટિંગ
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની માઠી અસર રાજકોટના નાના ધંધાર્થીઓ પ
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની માઠી અસર રાજકોટના નાના ધંધાર્થીઓ પર જોવા મળી રહી છે, જ્યાં ગેસ સિલિન્ડર પર મુકાયેલા કટ-ઓફને કારણે ખાણીપીણીની લારી ચલાવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગેસની અછત સામે લડવા હવે ધંધાર્થીઓ દેશી સગડી તરફ વળ્યા છે, જેને પગલે રાજકોટમાં સગડીના બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. હાલ સ્થિતિ એવી છે કે સગડી ખરીદવા માટે ત્રણ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે અને સુરત, અમદાવાદ તથા મુંબઈ જેવા શહેરોથી પણ ગ્રાહકો અહીં ઉમટી રહ્યા છે.




