મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતનું ગાર્ડન વિભાગ ગાંધારીની ભૂમિકામાં, અઠવાલાઇન્સ વોક વે પર સ્થાનિકો દ્વારા વૃક્ષોના નિકંદનને પગલે રોષ

સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સાકાર કરવામાં

સુરતનું ગાર્ડન વિભાગ ગાંધારીની ભૂમિકામાં, અઠવાલાઇન્સ વોક વે પર સ્થાનિકો દ્વારા વૃક્ષોના નિકંદનને પગલે રોષ

સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સાકાર કરવામાં આવેલા વોકવેની દુર્દશા સામે આવી છે. અસામાજિક તત્વોનો અડો બની ગયો હોવાને ફરિયાદો છાશવારે ઊઠવા પામી છે. અલબત્ત, આ અંગે વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. બીજી તરફ હવે વોકવે પાસે મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે ઉછેરવામાં આવેલા વૃક્ષોનું પણ સ્થાનિકો દ્વારા નિકંદન કાઢવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. સ્થાનિકો દ્વારા ગાર્ડન વિભાગને કોઈપણ પ્રકારની પરવાનગી વિના જ સેંકડો વૃક્ષો જમીનદોસ્ત કરી દેવામાં આવતા સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા ઊઠી છે.

આ પણ વાંચોઃજમ્મુ કાશ્મીરમાં કલમ 370 લાગુ કરવાના ઠરાવને લઈ સી આર પાટીલે કહ્યું, કોંગ્રેસનો ગમતો વિષય છે બંધારણને તોડવું

લાખોના ખર્ચે વોકવે બન્યો

સુરત મહાનગરપાલિકાનું ગાર્ડન વિભાગ શોભાના ગાંઠિયા સમાન બની ચૂક્યું છે. શહેરના બગીચાઓથી માંડીને શાંતિકુંજને જવાબદારીઓ પણ હવે તો ઝોનના હસ્તક સુપરત કરી દેવામાં આવી છે. ત્યારે વધુ એક વખત ગાર્ડન વિભાગનો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. શહેરના અઠવાલાઇન્સ ખાતે તાપી નદીના કાંઠે સુરત મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વોકવે બનાવવામાં આવ્યો છે.

વૃક્ષો સરેઆમ કાપી નખાયા

જાળવણીના અભાવે વોકવે પર મોટાભાગે અસામાજિક તત્વોનો અડીંગો જોવા મળતો હોય છે. આ સ્થિતિમાં પાલિકા દ્વારા આ વિસ્તારમાં મોટાપાયે વૃક્ષોનું વાવેતર કરવામાં આવતા સ્થાનિકો દ્વારા આ વૃક્ષોનું સરેઆમ નિકંદન કાઢી દેવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા અસંખ્ય વૃક્ષો કાપી નંખાતા સમગ્ર પ્રકરણમાં ગાર્ડન વિભાગને જવાબદારી પર પ્રશ્નાર્થ ઉઠવા પામ્યો છે. ગાર્ડન વિભાગ દ્વારા આ સમગ્ર ઘટનામાં જવાબદાર સ્થાનિકો વિરોધ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ ઉઠે છે.

આ સમાચાર શેર કરો