મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Navratri 2024:સુરતની શાળાઓમાં ગરબાની રમઝટ, પોલીસ કમિશનરે ટ્રાફિક અવેરનેસ માટે કરી અપીલ

માં અંબેની આરાધનાના પર્વ નવરાત્રિની આવતીકાલથી શરૂઆત થઈ રહી છે. ત્યારે સુરતમાં ઉજવણ

Navratri 2024:સુરતની શાળાઓમાં ગરબાની રમઝટ, પોલીસ કમિશનરે ટ્રાફિક અવેરનેસ માટે કરી અપીલ

માં અંબેની આરાધનાના પર્વ નવરાત્રિની આવતીકાલથી શરૂઆત થઈ રહી છે. ત્યારે સુરતમાં ઉજવણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.  ધ રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ૫ દિવસ નવરાત્રિ ધ રેડીયન્ટ રમઝટ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે.જેમાં પ્રથમ દિવસે મુખ્ય મહેમાન તરીકે સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા.

કમિશનરે ગરબા મહોત્સવમાં આવેલા 4000થી વધુ વાલીઅને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતાં. જેમાં યુવાપેઢી ડ્રગ્સ જેવા વ્યસનથી દુર રહે તે માટે "નો ડ્રગ્સ" કેમ્પેનથી અવેર કર્યા હતાં. સાથે સાથે સુરતમાં Traffic અવરનેસ સાથે શિસ્તબદ્ધ સુરત બનાવવા અપીલ કરી હતી. 

વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિનું સિંચન થાય તેના માટે આયોજન કરવા માટે પોલીસ કમિશનર અનુપમ ગેહલોત IPS દ્વારા શાળાના ફાઉન્ડર રામજીભાઈ માંગુકિયાને બિરદાવ્યા હતાં. શૈક્ષણિક ક્ષેત્રે અવિરત કાન્તિ અને ઉચ્ચતમ શિખરો પાર કરે તેવી શુભેચ્છા પાઠવી શાળાની પ્રી- નવરાત્રિમાં ખૈલેયાનો ઉત્સાહ વધાર્યો હતો.

આ સમાચાર શેર કરો