'ભાજપ સરકાર ચૂંટણીથી કેમ દૂર ભાગી રહી રહી છે', સુરેન્દ્રનગરમાં ન્યાય યાત્રામાં ગેનીબેનના પ્રહાર
બનાસકાંઠા- વાવના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા બેઠકમાં ભવ્ય જીત બાદ રાજીનામું આપ્યું હ

બનાસકાંઠા- વાવના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા બેઠકમાં ભવ્ય જીત બાદ રાજીનામું આપ્યું હતું. હવે વાવની બેઠક પર પેટાચૂંટણીની આજે જાહેરાત થઈ શકે છે. સુરેન્દ્રનગરમાં ન્યાય યાત્રા દરમિયાન ગેનીબેન ઠાકોરે સરકાર સામે ચૂંટણી અંગે કર્યા આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસના સાંસદ ગેની ઠાકોરે સરકારને આડેહાથ લેતાં કહ્યું કે, પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ સરકાર એક સાથે જાહેર ન કરી શકી. ગુજરાતમાં 7500 ગ્રામપંચાયત અને 75 નગરપાલિકાની ચૂંટણીઓ બાકી છે. અમે ચૂંટણી લડવા અને ભાજપને પડકાર ફેંકવા તૈયાર છીએ.
દસ વર્ષની તપસ્યા બાદ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં ‘બનાસના બેન’ ગેનીબેન ઠાકોર થકી બનાસકાંઠામાં ખાતું ખોલવામા સફળતા મેળવી છે. બનાસના બેને અગાઉ કોંગ્રેસમાં પડતી તકલીફો મુદ્દે ઘણીવાર જાહેરમાં બળાપો કાઢ્યો છે. પરંતુ ભાજપની ગુજરાતમાં હેટ્રિક અટકાવીને કોંગ્રેસમાં અગ્રણી ચહેરો બની ગયા છે. વિધાનસભામાંથી ગેનીબેનના રાજીનામાને પગલે વાવ બેઠક પર છ મહિનામાં જ પેટાચૂંટણી યોજાશે.






