મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: વેપારીને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવનાર ટોળકીનો પર્દાફાશ, 5 આરોપીઓને પોલીસે દબોચ્યા

રાજકોટના વેપારીને ડિડિટલ એરેસ્ટ કરીને રૂપિયા પાંચ લાખ પડાવવાના મામલે સાયબર ક્રાઇમ

રાજકોટ: વેપારીને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવનાર ટોળકીનો પર્દાફાશ, 5 આરોપીઓને પોલીસે દબોચ્યા

રાજકોટના વેપારીને  ડિડિટલ એરેસ્ટ કરીને રૂપિયા પાંચ લાખ પડાવવાના મામલે સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે.પોલીસે એકાઉન્ટ નંબરના આધારે પાંચ શખ્સોની ધરપકડ કરી છે.

પાંચ શખ્સો દબોચાયા

 અજયકુમાર કોસ્ટી,

પ્રકાશભાઈ  કોસ્ટી,

વિષ્ણુ નાઈ,

અંકિત ચમાર

કુલદીપ રૂહલ

આ પાંચેય શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.ઉલ્લેખનિય છે કે આરોપીઓએ EDના આસિસ્ટન્ટ ડિરેક્ટરના નામે કારખાને દારને ઘરમાં ડિજિટલ એરેસ્ટ કરીને પાંચ લાખ રૂપિયા પાડાવ્યા હતા.

જાણો શું હતો સમગ્ર મામલો


 વેપારી પ્રવીણ ઉઘાડે સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.વેપારીને પોતે એન્ફોર્સમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ ડિરેક્ટર હોવાનું કહી નકલી અધિકારીની ઓળખ આપીને  ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. નકલી વોરંટ બતાવી છેતરપિંડી આચરવામાં આવી છે. વેપારી વિરુદ્ધ નકલી અધિકારીએ ગુનો દાખલ કર્યો હતો.  પોલીસે સમગ્ર મામલે ઈ-ચીટરો સામે ફરિયાદ દાખલ કરીને ગુનો નોંધ્યો છે.

આ સમાચાર શેર કરો