ઉત્તર ભારતમાં આતંક મચાવનાર UPના બદમાશોની ટોળકી દાહોદમાં લૂંટ કરતાં ઝડપાઈ
ગુજરાતભરમાં ચોર તસ્કરોની ટોળકીઓનો આતંક સામે આવી રહ્યો છે. એવામાં દાહોદ અને ગોધરામાં લુંટની ઘટનાઓને અ

ગુજરાતભરમાં ચોર તસ્કરોની ટોળકીઓનો આતંક સામે આવી રહ્યો છે. એવામાં દાહોદ અને ગોધરામાં લુંટની ઘટનાઓને અંજામ આપવા નિકળેલા આરોપીઓ ઝડપી પડાયા છે. લીમડી ગામેથી બાઈક ચોરી થતા આરોપીઓને ઝડપી પડાયા હતા જ્યાં તેમનો ભાંડો ફુટ્યો હતો.
દાહોદ શહેરમાં ભાડાના મકાનમાં આ ઉત્તરપ્રદેશના બદમાશો રહેતા હતા. લીમડી પોલીસ અને દાહોદ LCB પોલીસે તેમની પાસેથી દેશી બનાવટના હથિયારો જપ્ત કર્યા છે. તેમજ બે વેપન, બાઈક લોક તોડવાની કી, જીવતા કારતુસ અને ઘરફોડ ચોરીના દાગીના પણ ઝડપી પડાયા છે. તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરના રહેવાસીઓ છે. આરોપીઓ ચંદીગઢ, હરિયાણા અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં પણ ગુનાઓ આચરી ચુક્યા છે.
એવામાં તેઓ તાજેતરમાં જ દાહોદ શહેરમાં એક દુકાન અને ગોધરા શહેરના એક મકાનમાં લુંટ ચલાવવાના હતા. બાઈકોની ચોરી કરી તે ચોરેલી બાઈકો લુંટ અને ઘરફોડ ચોરીમાં ઉપયોગ લેતા હતા. દાહોદના લીમખેડામાં અને મધ્યપ્રદેશના ઝાબુઆ ગામેથી ઘરફોડ ચોરી કરી હતી. દાહોદમાં મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા ઉત્તરપ્રદેશના રીઢા ગુનેગારો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.





