મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદની સ્માર્ટ પોલીસ, ખેતરમાં છુપાયેલા ચોરોને ડ્રોનથી પકડ્યા

દાહોદ પોલીસે વધુ એકવાર ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગુનેગારોને પકડી પડ્યા છે. દાહોદ પોલીસની આ

દાહોદ પોલીસે વધુ એકવાર ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગુનેગારોને પકડી પડ્યા છે. દાહોદ પોલીસની આ કામગીરી બદલ ગુજરાત પોલીસના DGPએ સમગ્ર ટીમની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા છે.

છત્તીસગઢના મુંગેલીમાંથી ચોરાયેલ ડમ્પર છોડીને ભાગી ગયેલા ચોરો એક ખેતરમાં છુપાયેલા હતા જેમને ડ્રોન દ્વારા એસપી દાહોદ અને ટીમે ધરપકડ કરી છે.

ગુજરાત પોલીસના DGPએ દાહોદ પોલીસને પ્રશંસા કરતા ટ્વીટ કર્યું હતું કે, ‘એસપી દાહોદ અને ટીમ દ્વારા ખૂબ જ સરસ કાર્ય! છત્તીસગઢના મુંગેલીમાંથી ચોરાયેલ ડમ્પર છોડીને ભાગી ગયા શંકાસ્પદોની ટીમે આખી રાત શોધખોળ કરી અને સવારે ડ્રોનનો ઉપયોગ કરીને તેને પકડવામાં સફળતા મેળવી. ટેકનોલોજીનો ઉપયોગ! ગુજરાત પોલીસ એક્શનમાં’

આ સમાચાર શેર કરો