વાપી: 26 લાખના મુદ્દામાલ સાથે ચોર ટોળકી ઝડપાઈ, અનેક ચોરીને આપ્યો હતો અંજામ
વલસાડ જિલ્લામાં વાપી શહેરના ચલા વિસ્તારમાં આવેલા મુક્તાનંદ માર્ગ સ્થિત સર્વહિતકારક સંઘના જૈન ઉપાશ્ર

વલસાડ જિલ્લામાં વાપી શહેરના ચલા વિસ્તારમાં આવેલા મુક્તાનંદ માર્ગ સ્થિત સર્વહિતકારક સંઘના જૈન ઉપાશ્રયમાં ચોરીનો બનાવ બન્યો હતો. જેનો ભેદ ઉકેલી વલસાડ પોલીસે કુલ 26,26,280નો મુદ્દામાલ કબજે કરી ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે તેમજ અન્ય સાત અનડિટેક્ટ ચોરીઓનો પણ ભેદ ઉકેવામાં પોલીસને સફળતા મળી છે.
વલસાડના વાપી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો બની રહ્યા હતા જેને લઈને પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉઠ્યા હતા. સમગ્ર ચોરીના બનાવો અટકાવવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને વાપી ટાઉન તથા વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનના અધિકારીઓની અલગ અલગ કુલ છ ટીમોની રચના કરવામાં આવી હતી. જ્યાં ચોરીના બનાવો બન્યા હોય તેવી જગ્યાના તથા આજુબાજુના વિસ્તારોમાં 200થી વધુ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલીસીસ શરૂ કરાયું હતું. સમગ્ર ઘટનાને લઈને આ ચોરીના ગુનામાં સંડાવાયેલ આરોપીઓ વાપી ટાઉન કબ્રસ્તાન રોડ વિસ્તારમાં રહેતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી.
આ પણ વાંચો : VIDEO: ગુજરાતમાં વધુ એક પોન્ઝી સ્કીમ, ગૌ માતાના નામે લોકો પાસેથી 100 કરોડથી વધુ ખંખેર્યા; સાત લોકો સામે ફરિયાદ
જે બાબતને લઈને એલસીબી અને વાપી ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ દ્વારા આરોપીઓ દ્વારા ચોક્કસ વિસ્તારમાં ચોરી કરવા જતાં હોવાની અંગેની બાતમી મળી હતી. જેને ધ્યાને લઈ ચલા સ્કૂલ ફળિયા નજીક વોચમાં હતા તે દરમિયાન આરોપીઓ આવી ચડતા પોલીસ દ્વારા 3 આરોપીને ઝડપી પડાયા હતા. જેમાં મૂળ મહારાષ્ટ્રના રહેવાસી 26 વર્ષીય રાહુલ રવિન્દ્ર બાબુરાવ સીરશાટ તેમજ 24 વર્ષીય અજય ઉર્ફે બાંડીયા રવિ દગડું અને 30 વર્ષીય દાહોદના રહેવાસી શિવારામુભાઈ વસોનિયાની ધરપકડ થઈ છે. સમગ્ર ચોરી માં સામેલ વધુ એક આરોપી ને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આરોપીઓની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં અવાવરું જગ્યાએ આવેલ બંધ બંગલાઓ અને મકાનોની રેકી કરતા હતા. કોઈ મકાન કે બંગલો બંધ હોય તો મોડીરાતના સમયે બંગલામાં પ્રવેશ કરી પોતાની પાસે ચોરી કરવાના સાધનો વડે બંગલામાં રાખેલ કબાટમાં લોક તોડતાં અને સોના ચાંદીના દાગીના તેમદ રોકડ રૂપિયાની ચોરી કરી ભાગી જતા.
આ પણ વાંચો : અમરેલી બોગસ લેટરકાંડ: અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક પાટીદાર યુવતીને આપશે કાયમી નોકરી
આરોપીઓને સઘન પૂછપરછ કરતા વધુ સાત જેટલા ગુનાઓને ડિટેક્ટ કરવામાં પણ પોલીસને સફળતા મળી છે. આ સાથે જ પકડાયેલ આરોપીઓનું ગુનાહિત ઇતિહાસ પણ હોય જે પૈકી રાહુલ ઉર્ફે રવિન્દ્ર બાબુરાવ સિરસાત સુરત વિસ્તારમાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું તેમજ તેને તડીપાર કરવાની પણ દરખાસ્ત થયેલી હોવાનું બહાર આવ્યું છે. હાલ તો પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી સમગ્ર ચોરીમાં અન્ય કોઈ સમસંટોવાયેલ છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરી છે.








