મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં ઈ-કોમર્સ સાઈટને હેક કરી કિંમતમાં છેડછાડ કરી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગ ઝડપી પાડી છે જે ગેંગ ઈ કોમર્સ વેબસાઈટને હેક

અમદાવાદમાં ઈ-કોમર્સ સાઈટને હેક કરી કિંમતમાં છેડછાડ કરી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગ ઝડપી પાડી છે જે ગેંગ ઈ કોમર્સ વેબસાઈટને હેક કરી તે વેબસાઈટ પરથી મોંઘી વસ્તુઓ ખરીદી કિંમતમાં ચેડાં કરી છેતરપિંડી આચરતી હતી. ક્રાઈમ બ્રાન્ચને ક્રિકેટ સટ્ટા રમાડતા શખ્સો અંગે બાતમી મળી હતી જેની તપાસમાં ગયેલી ટીમને આ સફળતા મળી છે. આરોપીઓની તપાસ કરતા તેઓએ છેલ્લા દોઢ બે વર્ષમાં એક બે નહીં પરંતુ સાત કરોડ રૂપિયાની ઠગાઈ હાજરી હોવાનો ખુલાસો થયો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વિજય વાઘેલા, નિતેશ ઉર્ફે છોટુ મડતા અને આદિલ પરમાર નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓએ સિક્યુરિટી ટેસ્ટિંગ સોફ્ટવેરની મદદથી ઈ કોમર્સ વેબસાઈટ હેક કરી વેબસાઈટ પરથી નજીવા ભાવે વસ્તુઓ ખરીદી બનાવટી સરનામા પર મેળવી છેતરપિંડી આચરી છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ઓનલાઇન કસીનો અને સટ્ટા બેટિંગની અલગ અલગ વેબસાઈટના ક્લાયન્ટ આઈડી મેળવી મોબાઇલ અને લેપટોપમાં કેટલાક આરોપીઓ રિલીફ રોડ પાસે એક ઓફિસમાં સટ્ટા રમાડે છે. જેના આધારે તપાસ કરતાં ત્યાંથી આ ત્રણે આરોપીઓ ઝડપાઈ ગયા હતા.

આ પણ વાંચો : રાજમોતી ઓઈલ મિલ માલિક સમીર શાહને મિલના બ્રાન્ચ મેનેજરની હત્યા મામલે આજીવન કેદ

આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓ ઈ કોમર્સ વેબસાઇટ તથા કસીનો બેટિંગ વેબસાઈટ થકી  સર્ચ એન્જિન પરથી મેળવેલી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ નંબરની વિગતો મેળવતા અને તેના આધારે ચોક્કસ પેમેન્ટ ગેટવે પરથી પ્રોડક્ટ ખરીદી કરતા હતા. બાદમાં ટ્રાન્જેક્શન કરી વેબસાઈટથી માહિતગાર હોઈ ડી બગિંગ સોફ્ટવેર મારફતે વેબસાઈટ સાથે છેડછાડ કરતા. ત્યારબાદ મૂળ કિંમત કરતાં નજીકની રકમને પેમેન્ટ ગેટવેમાં એન્ટર કરી ખોટા સરનામે ઓર્ડર મેળવી અને તે પ્રોડક્ટ બારોબાર વેચી નાખતા હતા. ઝડપાયેલા આરોપીઓની તપાસ કરતાં તેઓની પાસેથી IPHONE, લેપટોપ તેમજ અન્ય મોબાઇલ ફોન સહિત 3.31 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે.

ઝડપાયેલા આરોપીઓમાંથી વિજય વાઘેલા સર્ચ એન્જિન પરથી સોફ્ટવેર મેળવી બાગ હન્ટિંગ કરી વેબસાઈટ કરી પ્રોડક્ટ ઓર્ડર કરતો હતો. જ્યારે નિતેશ તે પ્રોડક્ટને વેચાણ કરી રૂપિયા મેળવતો હતો. આદિલ પરમાર ઓનલાઈન સટ્ટાની વેબસાઈટ ઉપર પ્રાઇસ પ્રોડક્શન કરી રૂપિયા કમાવતો હતો. જોકે આ આરોપીઓ સાથે બેંકના કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે મામલે તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો