મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં બાંધકામ સાઈટ પરથી લોખંડના સળિયાઓની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, મુદ્દામાલ સાથે બે દબોચાયા

સુરતના સચીન વિસ્તારમાં ઇકલેરા થી ડિંડોલી રોડ ઉપર આવેલ ઠાકોર પેટ્રોલ પમ્પની પાછળ બ્લોક નંબર 69 બ મા

સુરતમાં બાંધકામ સાઈટ પરથી લોખંડના સળિયાઓની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, મુદ્દામાલ સાથે બે દબોચાયા

સુરતના સચીન વિસ્તારમાં ઇકલેરા થી ડિંડોલી રોડ ઉપર આવેલ ઠાકોર પેટ્રોલ પમ્પની પાછળ બ્લોક નંબર 69 બ માં નવી બંધાતી મારૂતિ વિલા નામની સોસાયટીના બાંધકામ વાળી જગ્યામાંથી ચાર અજાણ્યા ઇસમોએ એકબીજાની મદદગારીથી મકાન કંટ્રકશન સારૂ મંગાવેલ લોખંડની સળીયાની ભારીઓમાંથી Tmt Bars 10mmની ૧૫ લોખંડની ભારી .૫૬૧૬૦/- તથા Tmt Bars 12mm ૧૫ લોખંડની ભારીઓ કિ.રૂ-૫૭૭૨૦/- ની મત્તાની મળી કુલ્લે કિ.રૂ.૧,૧૩,૮૮૦/- મત્તાની લોખંડની ભારીઓ ચોરી કરી એક ટ્રકમાં ભરીને નાસી ગયા હતા.

શંકાના આધારે ભાંડો ફૂટ્યો

બાતમી મળેલ કે "એક ઇસમ ચોરીના લોખંડના સળીયાની ભારીઓ પોતાનો ટાટા કંપનીનો ટ્રક જેનો રજી.નં.GJ-19-U-4984 નો છે તેમાં ભરીને થોડી વારમાં એથાણ ગામથી બોળંદ ગામ તરફના રોડ પરથી પસાર થનાર છે. જે બાતમી આધારે શકમંદ નામે રમેશ ઉર્ફે રામુ  લવમહારાજ મિશ્રાને પકડી પાડી તેઓ પાસેથી ૧૬ એમ.એમ.ની લોખંડના સળીયાની ભારી નંગ ૧૦, કિ.રૂ-૬૮,૭૫૦/- તથા ૨૦ એમ.એમ.ની લોખંડના સળીયાની ભારી નંગ ૧૦ કિ.રૂ-૪૯,૫૦૦/- તથા ૧૦ એમ.એમ.ની લોખંડના સળીયાની ભારી નંગ ૧૫, કિ.રૂ.૬૧,૮૦૦/- મળી કુલ્લે લોખંડની ભારી નંગ ૩૫ જેની કુલ્લે કિ.રૂ.૧,૮૦,૦૫૦/- ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આરોપીઓના નામ ખુલ્યા

પુછપરછ કરતા મુદ્દામાલ થોડા દિવસ પહેલા કામરેજ વલણ ગામ શીવ ફેબ્રીક ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા પ્લોટમાંથી ચોરી કરીને સસ્તા ભાવે વેચાણ અર્થે લઇ આવેલ હોવાનું જણાવ્યું હતું. આ બાબતે તપાસ કરતા કામરેજ પો.સ્ટે.માં સળીયા ચોરીનો ગુનો દાખલ થયેલ હોય તેમજ તેને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેણે જણાવેલ કે થોડા દિવસો પહેલા ઇકલેરાથી ડિંડોલી રોડ ઉપર આવેલ ઠાકોર પેટ્રોલ પમ્પની પાછળ મારૂતિ વિલા નામની સોસાયટીનું બાંધાકામ વાળી જગ્યાએથી રાત્રી દરમ્યાન તે તેના અન્ય ચાર મિત્રો નામે (૧) તુષારભાઇ બુધીયાભાઈ રાઠોડ (૨) સુનીલ નટુભાઇ રાઠોડ (૩) રોહન ઉર્ફે કચો રાઠોડ (૪) મયુર રાઠોડનાઓ સાથે લોખંડના સળીયાની ભારીઓ ચોરી કરી ટ્રકમાં ભરી લઈ ગયા હતા. આ સળિયા જયેશ ભુપેન્દ્રભાઈ ડાંગરનાઓને સસ્તા ભાવમાં વેચાણ કરેલ હોવાનું જણાવ્યું હતું. 

આ સમાચાર શેર કરો