મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનું ગુજરાત બન્યું ડ્રગ્સની હેરાફેરી માટેનું 'સિલ્ક રૂટ',છેલ્લા પાંચ વર્ષમાં જ કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત

રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાઇ રહ્યું છે, પરંતુ પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે

ગાંધીનું ગુજરાત બન્યું ડ્રગ્સની હેરાફેરી માટેનું 'સિલ્ક રૂટ',છેલ્લા પાંચ વર્ષમાં જ કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત

 રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાઇ રહ્યું છે, પરંતુ પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જનતાને મૂંઝવતો સવાલ છે. આજે ગુજરાત જાણે નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કીલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. આમ, ગુજરાત ડ્રગ્સ તસ્કરીનું સિલ્ક રૂટ બની રહ્યું છે.

પાછલા બારણે ડ્રગ્સનો કાળો કારોબાર કેટલો મોટો હશે જે ચિંતાનો વિષય

ગુજરાતમાં પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીત અન્ય કેન્દ્રીય સંસ્થાઓ સરહદી સીમા ઉપરાંત દરિયામાં રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીત લેટેસ્ટ ટેકનોલોજીથી દેખરેખે રાખી રહી છે તેમ છતાં ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. હવે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાતું હોય તો પાછલા બારણે ડ્રગ્સનો કાળો કારોબાર કેટલો મોટો હશે જે ચિંતાનો વિષય છે. આજે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વાર જ નહી, પણ એપી સેન્ટર બન્યું છે જે પોલીસ માટે પણ પકડારરૂપ છે. 

ડ્રગ્સની બદીને નાથવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નથી

ડ્રગ્સની બદીને નાથવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નથી. કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશના પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે 196 પોલીસ જવાન હોવા જોઇએ. અત્યારે ગુજરાતમાં પ્રતિ લાખ માત્ર 117 પોલીસ જવાન છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછા પોલીસ જવાન છે. ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. 

આ સમાચાર શેર કરો