Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : This government offices will remain open despite the holiday on the second Saturday

Gandhinagar news: બીજા શનિવારે રજા છતાં આ સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે, રાજ્ય ચૂંટણી પંચનો મહત્ત્વનો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: બીજા શનિવારે રજા છતાં આ સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે, રાજ્ય ચૂંટણી પંચનો મહત્ત્વનો નિર્ણય
સોર્સ : GSTV

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારી ચાલી રહી છે. આ દરમિયાન ઉમેદવારી પત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ છે. જો કે, આ દિવસે બીજો શનિવાર હોવાથી સામાન્ય રીતે સરકાર કચેરીઓમાં રજા હોય છે. પરંતુ ચૂંટણી પ્રક્રિયાને પગલે 11 એપ્રિલે ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી ખુલ્લી રહેશે અને ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે. 

App Store

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: બીજા શનિવારે રજા છતાં આ કચેરીઓ ખુલ્લી રહેશે, ચૂંટણી પંચનો મહત્ત્વનો નિર્ણય 2 - image

ગત 1 એપ્રિલ, 2026 સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યની 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે. જ્યારે મત ગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ચૂંટણીનું શિડ્યુલ 

▪️ ચૂંટણીનું જાહેરનામું: 6 એપ્રિલ, 2026

▪️ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026

▪️ ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026

▪️ ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ

▪️ મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026 

▪️ મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ, 2026