મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Raju Karapadaના ભાજપમાં જોડાવા મામલે AAP નેતા પ્રવીણ રામે લગાવ્યા ગંભીર આક્ષેપ, જુઓ શું કહ્યું

આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપનારા ગુજરાતના ફાયરબ્રાન્ડ યુવા નેતા

તસવીર: gstv

આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપનારા ગુજરાતના ફાયરબ્રાન્ડ યુવા નેતા રાજુ કરપડા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ ગયા છે. ગુજરાત વિધાનસભાની આગામી પેટાચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટીના સંગઠનમાં ગાબડું પડ્યું છે. 'આપ' ના મજબૂત નેતા ગણાતા રાજુ કરપડાએ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપના પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.

આપ નેતા પ્રવીણ રામે આપી પ્રતિક્રિયા

રાજુ કરપડા ભાજપમાં જોડાયા મુદ્દે AAP નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મારા પરમ મિત્રએ કેસરિયો ધારણ કર્યો છે, અમે તો પહેલાથી જ કહેતા હતા કે જેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો થયો હતો. એમને અનેક આક્ષેપો કર્યા પરંતુ આજે એમના ભાજપમાં જોડાવાની સાથે જ એમણે કરેલા આક્ષેપો પાયાવિહોણા સાબિત થઈ ગયા છે. ગુજરાતના ખેડૂતો સામે એ વાત સાબિત થશે કે રાજુ કરપડા દ્વારા AAP વિરુદ્ધ કરાયેલા આક્ષેપો ખોટા હતા. આશા છે કે તેઓ ભાજપમાં જઈને ખેડૂતો માટે લડત લડશે અને ન્યાય અપાવશે.

આ સમાચાર શેર કરો