Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat BJP announces various city-district presidents

ગુજરાત ભાજપ દ્વારા શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત, જાણો કોણ ક્યા શહેરના અધ્યક્ષ બન્યા

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2025
લાઇવ ટીવીGoogle News
ગુજરાત ભાજપ દ્વારા શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત, જાણો કોણ ક્યા શહેરના અધ્યક્ષ બન્યા

ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખનો મુદ્દો એક તરફ લટકેલો છે ત્યારે ભાજપ દ્વારા રાજ્યમાં વિવિધ શહેરોના પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ભાજપ દ્વારા બાકી રહેલા શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી રહી છે. ગાંધીનગર,પોરબંદર અને પંચમહાલ ભાજપના જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી છે.
 
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચેતના તિવારી (રૂપારેલ)ની નિમણૂંક

App Store

પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડૉ. ચેતનાબેન તિવારી (રૂપારેલ)ની નિમણૂંક કરવામાં આવી છે. પૂર્વ પાલિકા પ્રમુખ અને મહિલા ભાજપના સક્રિય અગ્રણીની નિમણૂકથી ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પૂર્વ સાંસદ મોહન કુંડારિયાએ કવર ખોલી ચેતનાબેન તિવારીના નામની જાહેરાત કરી હતી.

મયંક દેસાઇ બન્યા પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ

પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયંક દેસાઇની વરણી કરવામાં આવી છે. ગોધરા ભાજપ કમલમ ખાતે મળેલી સંકલનની બેઠકમાં પ્રમુખ તરીકે મયંક દેસાઇની જાહેરાત કરાઇ હતી.સંકલનની બેઠકમાં કરસન ગોંડલીયાએ ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત રહી ભાજપ જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરી હતી. ગોધરા ખાતે મળેલી ભાજપ સંકલનની બેઠકમાં પંચમહાલના સાંસદ તથા પંચમહાલના પ્રભારી ભરત ડાંગર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષની જાહેરાત

ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષની પણ જાહેરાત કરવામાં આવી છે. આશિષ દવેની ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી.આશિષ દવે GUDAના ચેરમેન રહી ચુક્યા છે. આશિષ દવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા.

ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે નયનાબેન પટેલની નિમણૂક

ભારતીય જનતા પાર્ટીએ ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે નયનાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે.

વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે રસીક પ્રજાપતિની નિમણૂક

વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે રસીક પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે.

 

ટોપિક્સ:gujarat bjp presidentgujarat bjp