ગાંધીનગર મનપા ચૂંટણીની જાહેરાત: જાણો મતદાન અને પરિણામની તારીખ

સોર્સ : gstv
ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બુધવારે(16 સપ્ટેમ્બર) સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે આજે બુધવારે સાંજે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેની સાથે જ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા અમલી બની ગઈ છે.
ચૂંટણી કાર્યક્રમની મુખ્ય વિગતો:
મતદાનની તારીખ: 11 ઓક્ટોબર
મતગણતરી અને પરિણામ: 13 ઓક્ટોબર
ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ગાંધીનગરનું રાજકારણ ગરમાયું છે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને સંભવિત ઉમેદવારો દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેવાયું છે. આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને પ્રચારના ધમધમાટ સુધીની પ્રક્રિયા ઝડપથી આગળ વધશે.

