Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : ain Forecast: Meteorological Department predicts heavy rain in the state for the next 4 days, yellow, orange alert issued in 24 districts tomorrow

Rain Forecast : રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, કાલે 24 જિલ્લામાં યલો, ઓરેન્જ એલર્ટ જાહેર

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Rain Forecast : રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, કાલે 24 જિલ્લામાં યલો, ઓરેન્જ એલર્ટ જાહેર
સોર્સ : GSTV

Rain Forecast : અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિના કારણે હવામાન વિભાગે આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં શનિવારે (25 ઓક્ટોબર) 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.  દરિયો તોફાની બને તેવી શક્યતા છે, ત્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા પોર્ટ પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે.  

App Store

ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 24 જિલ્લામાં યલો-ઓરેન્જ ઍલર્ટ 2 - image

દરિયાકાંઠાના પોર્ટ પર જોખમી સિગ્નલ જાહેર
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતના દરિયાકાંઠા અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સમુદ્રમાં જોખમી પરિસ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે, ત્યારે ઓખા પોર્ટ પર નંબર-3, સલાયા પોર્ટ પર નંબર-1નું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

હવામાન વિભાગ મુજબ, આજે શનિવારે (25 ઓક્ટોબર) અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

26 ઑક્ટોબરની આગાહી
ઓરેન્જ ઍલર્ટ : બોટાદ, અમરેલી, ભાવનગર.

યલો ઍલર્ટ : અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર.

27 ઓક્ટોબરની આગાહી
યલો ઍલર્ટ : અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી

28 ઓક્ટોબરની આગાહી
યલો ઍલર્ટ : પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ.