Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Tourists flock to various places in Kutch for Diwali vacation

Kutch news: દિવાળી વેકેશન લઈને કચ્છમાં વિવિધ સ્થળે પ્રવાસીઓનો રાફડો ફાટી નીકળ્યો

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Kutch news: દિવાળી વેકેશન લઈને કચ્છમાં વિવિધ સ્થળે પ્રવાસીઓનો રાફડો ફાટી નીકળ્યો
સોર્સ : GSTV

Kutch news: કચ્છ પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે .. દરવર્ષે લાખો સહેલાણીયો કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ..હાલમાં દિવાળીના વેકેશન લઈને પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.. 

App Store

કચ્છ નહી દેખાતો કુછ નહિ દેખા ગુજરાત ટુરિઝમ વિભાગ જાહેરાત પ્રવાસીઓ ભારે આકર્ષણ ઉભું કર્યું છે..આ વર્ષે દિવાળીના તહેવાર સાથે કચ્છમાં પ્રવાસીઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. કચ્છના પર્યટક સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી છે. જેના કારણે કચ્છનો ટુરિઝમ ઉધોગ ફરીવાર ધમધમતો થયો છે.

દિવાળીના વેકેશન લઈને કચ્છમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ભુજમાં આવેલી તમામ હોટલ અને રિસોર્ટ હાઉસફૂલ જોવા મળી રહ્યા છે. ભૂજમાં આવેલા પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે. આયનામહેલ, પ્રાગમહેલ, સ્વામિનારાયણ મંદિર, કચ્છ મ્યુઝિયમ, માતાના મઢ, નારાયણ સરોવર સહિતના સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.

આ ઉપરાંત અન્ય પણ જોવાલાયક સ્થળો પર લોકોનાં ટોળેટોળાં જોવા મળી રહ્યાં છે. જેમાં કચ્છનું સફેદરણ , કાળોડુંગર, માંડવીબીચ , ધોળાવીરા, ભૂજમાં આવેલા આયનામહેલ અને પ્રાગમહેલ સહિતના સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર બન્યા છે. કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓ કહી રહ્યા છે કે કચ્છ નહિ 
દેખાતો કુછ નહિ દેખા.