VIDEO: દાહોદ જિલ્લામાં અનોખી અને પારંપરિક રીતે ગાય ગોહરીથી નવા વર્ષની ઉજવણી
VIDEO: દાહોદ જિલ્લામાં વિવિધ તહેવારોની પારંપરિક ઉજવણી વર્ષો વર્ષથી થતી આવી રહી છે. આદિવાસી બહુમતી ધરાવતા દાહોદ જિલ્લામાં પ્રકાશના પર્વ દિવાળીની ખૂબ જ અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. દાહોદ જિલ્લાનાં ગરબાડા અને ગાગરડી ગામે નવાવર્ષના દિવસે ગાયને શણગારવામાં આવે છે તેમજ ગાયના પગમાં ઘુઘરા, માથે મોરપીંછ મોરિંગા ફુગ્ગા કલર મહેંદી સહિતની અનેક ચીજવસ્તુઓથી પોતાના પશુધનને શણગાર કરવાં આવે છે. અને નવા વર્ષના દિવસે તેની પૂજા કરીને મેઈન બજારમાં આવેલ માતાજીના મંદિરમાં અન્નકૂટ આરતી કરી ગાય ગોહરીના આ ઉત્સવની શરુઆત કરવાં આવે છે.
ત્યારબાદ પશુધનને શણગારી ઢોલ નગારા અને ફ્ટાકડા સાથે પશુઓને દોડાવવામાં આવે છે અને આ દોડતા પશુઓના નીચે ખેડૂત એક નહીં પરંતુ અનેક ખેડૂત દંડવત પ્રણામ કરીને પશુઓના દોડતા ઘણની નીચે ઊંધા સૂઈ જાય છે.
સેંકડો પશુઓનાં ટોળાને તેના ઉપરથી પસાર થવા દેવામાં આવે છે જે દિલ ધડક નજારો જોવાલાયક હોય છે. માન્યતા પ્રમાણે કહેવાય છે કે વર્ષ દરમિયાન પશુ પાસેથી કરાવેલ ખેતી અને અન્ય કામ અને તેની જોડે કરેલી મારપીટના પ્રાયશ્ચિતરૂપે નવા વર્ષના દિવસે પશુઓ પાસે કામ ન લઈ અને તેઓને દંડવત પ્રણામ કરી આ રીતે પ્રાયશ્ચિત કરવામાં આવે છે જે વર્ષોથી ઉજવનારા આ ઉત્સવને નિહાળવા માટે હજારોની સંખ્યામાં હૈયેહૈયુ દળાય તેટલી માનવ મહેરામણ દેશ-પરદેશથી અહીં આવતી હોય છે.
દાહોદ જિલ્લાના ગરબાડા, ગાંગરડી, અભલોડ, દાહોદ, લીમડીમાં ગાય-ગોહરીની ઉજવણી કરવાં આવે છે. આવનારું નવું વર્ષ સારુ નીવડે તે માટે ઉજવાતી ગાય ગોહરીની વર્ષો જૂની પરંપરામાં આજ દિન કોઈને નુકસાન થયું હોય આવું જોવા મળ્યું નથી. ત્યારે હજારોની સંખ્યામાં લોકો ગાય ગોહરીને જોવા માટે ઉમટી પડતા હોય છે.

