Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Car meets with strange accident near Jarod, Vadodara, 1 dead, 4 injured

Vadodara news: વડોદરાના જરોદ પાસે કારને વિચિત્ર અકસ્માત નડ્યો, 1નું મોત, 4 ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 22 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Vadodara news: વડોદરાના જરોદ પાસે કારને વિચિત્ર અકસ્માત નડ્યો, 1નું મોત, 4 ઈજાગ્રસ્ત
સોર્સ : GSTV

Vadodara news: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા નજીક જરોદ પાસે એક વિચિત્ર અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. મુંબઈથી ઉત્તર પ્રદેશ તરફ જઈ રહેલી એક XUV કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કાર ઉછળીને નજીકના એક ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી, જેના કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

App Store

એકનું મોત, ચારને ઈજા
આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર મુંબઈના રહેવાસી 51 વર્ષીય મજહરૂદ્દીન અન્સારીનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળેથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ કારને માંડ સીધી કરીને તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જરોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અકસ્માત અંગે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જરોદ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.