DySP કક્ષાના 35 અધિકારીઓની આંતરીક બદલી સાથે વધારાનો ચાર્જ, ગુજરાત પોલીસ પ્રશાસનનો મહત્ત્વનો નિર્ણય

સોર્સ : gstv
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ પ્રશાસનમાં મહત્ત્વનો નિર્ણય લેતા 35 જેટલા પોલીસ અધિકારીઓની આંતરિક બદલી અને વધારાના ચાર્જ સોંપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં DySP અને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમના વર્તમાન હોદ્દા ઉપરાંત નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
ગૃહ વિભાગના જાહેરનામા મુજબ, મુખ્યત્ત્વે SC/ST સેલના અધિકારીઓને વિવિધ ડિવિઝનના SDPO(સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર) તરીકેનો વધારાનો કાર્યભાર સોંપાયો છે. આ યાદીમાં સુરત, અમદાવાદ ગ્રામ્ય, ખેડા, સાબરકાંઠા, મહેસાણા અને અમરેલી સહિતના જિલ્લાઓના અધિકારીઓનો સમાવેશ થાય છે.



