Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : 10,000 revenue employees on mass leave in Gujarat; big earthquake coming from 7th October?

ગુજરાતમાં 10,000 મહેસૂલી કર્મચારીઓ સામૂહિક રજા પર; 7મી ઓક્ટોબરથી આવશે મોટો ભૂકંપ?

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાતમાં 10,000 મહેસૂલી કર્મચારીઓ સામૂહિક રજા પર; 7મી ઓક્ટોબરથી આવશે મોટો ભૂકંપ?
સોર્સ : gstv

ગુજરાતમાં પ્રમોશન, ફિક્સ પે અને બદલી સહિતની વિવિધ પડતર માંગણીઓ ન સંતોષાતાં આજે (પાંચમી ઓક્ટોબર) રાજ્યભરના 10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓ એકસાથે માસ સીએલ (સામૂહિક રજા) પર ઉતરી ગયા છે. સમગ્ર રાજ્યના રેવન્યુ ક્લાર્ક, તલાટી અને નાયબ મામલતદારો આ આંદોલનમાં જોડાયા છે, જેમાંથી અમદાવાદ જિલ્લાના જ આશરે 450 જેટલા કર્મચારીઓ હડતાળમાં સામેલ છે. કર્મચારીઓની આ હડતાળના કારણે સરકારી કચેરીઓમાં વહીવટી કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.

App Store

14 પડતર માંગણીઓ ન સંતોષાતાં આકરો નિર્ણય

મહેસૂલી કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં રેવન્યુ તલાટીના જોબ ચાર્જમાં રહેલી વિસંગતતા દૂર કરવી, પૂરતું મહેકમ ફાળવી યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવી, 2015ના વર્ષમાં પ્રમોશન આપીને અન્ય જિલ્લામાં મુકાયેલા ક્લાર્કને મૂળ જિલ્લામાં પરત લાવવા, 2012ની સીધી ભરતીના નાયબ મામલતદારોને 'ડીમ્ડ ડેટ'નો લાભ આપવો તેમજ 2025માં તૈયાર કરાયેલી સિનિયોરિટી લિસ્ટ ફાઈનલ કરવાનો સમાવેશ થાય છે.

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી કે. સી. સોલંકીએ આ અંગે જણાવ્યું હતું કે, 'અમારી ૧૪ માંગણીઓ અંગે અગાઉ સરકારે ચર્ચા કરીને 30 દિવસમાં નિરાકરણ લાવવાની હૈયાધારણ આપી હતી. પરંતુ એક પણ માંગણીનો ઉકેલ ન આવતાં અમારે આંત્યંતિક પગલું ભરવું પડ્યું છે. જો સરકાર દ્વારા આ માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સાતમી ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળ પર જવામાં આવશે.'

જમીન અને સરકારી કામકાજ અટકતાં અરજદારો મુશ્કેલીમાં

સોમવારે માસ સીએલના કારણે કલેક્ટર કચેરીઓ, મામલતદાર કચેરીઓ અને જનસેવા કેન્દ્રોમાં વિવિધ કામકાજ અર્થે આવેલા હજારો નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. મકાન ટ્રાન્સફર, જમીનને લગતી કામગીરી કે દાખલા-પ્રમાણપત્રો મેળવવા માટે દૂર-દૂરથી આવેલા લોકો દિવસભર ધક્કા ખાવા મજબૂર બન્યા હતા.

કચેરીએ આવેલા એક અરજદારે રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, 'અમને આજની જ તારીખ આપવામાં આવી હતી. બે કલાકથી વધુ સમય સુધી ઓફિસમાં રાહ જોયા બાદ અંતે કોઈ કર્મચારી હાજર ન હોવાથી અમારે કામ થયા વિના જ નિરાશ થઈને પરત ફરવું પડ્યું છે.' તેવી જ રીતે જમીનના કામ માટે આવેલા અન્ય એક નાગરિકે જણાવ્યું કે કર્મચારીઓની આ હડતાળના કારણે તેમનો સમય અને ભાડું બંને વેડફાયા છે.

અહીં જમીનના કામથી આવેલા એક શખસો જણાવ્યું કે, 'અમે અહીં જમીનના કામકાજ બાબતે અહીં આવ્યા હતા. આજની તારીખ આપી હતી. અહીં અમારું કામ થાય એવું હતું પણ, આ લોકોની હડતાળને લીધે કામ થઈ શક્યું નહીં.'