મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગર: બેકાબૂ કાર બંધ ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી, 2 યુવાનોના ઘટનાસ્થળ પર મોત

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આ દરમિયાન ગાંધીનગરના લીંબડ

ગાંધીનગર: બેકાબૂ કાર બંધ ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી, 2 યુવાનોના ઘટનાસ્થળ પર મોત

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આ દરમિયાન ગાંધીનગરના લીંબડિયા નર્મદા મુખ્ય કેનાલના બ્રીજ નજીક નેશનલ હાઇવે પર શનિવારે (સાતમી ડિસેમ્બર) મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

દુર્ઘટનામાં બે યુવાનના મોત

આ દુર્ઘટનામાં બે યુવાનના મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી. 

આ પણ વાંચો: અમદાવાદ: સરકાર સામે બાથ ભીડનાર પોલીસના 13 વહીટદારો સામે સકંજો કસાયો, મિલકતોની થશે તપાસ

કારના પતરા કાપી મૃતદેહને બહાર કાઢ્યા

મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના લીંબડિયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ નજીક મોડી રાત્રે પૂરપાટ દોડતી  કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બે યુવાનના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારના પતરા કાપીને મૃતદેહ બહાર કાઢ્યા હતા.

આ સમાચાર શેર કરો