મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા સમાચાર : ગાંધીનગર CID ક્રાઈમે 1.51 કરોડના મુદ્દામાલ સાથે નામચીન બુકી પ્રવિણ જૈનની કરી ધરપકડ

ગાંધીનગર CID ક્રાઈમે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા નામચીન બુકી પ્રવિણ વિક્રમભાઈ જૈનની ધરપકડ કરી છે

મોટા સમાચાર :  ગાંધીનગર CID ક્રાઈમે 1.51 કરોડના મુદ્દામાલ સાથે નામચીન બુકી પ્રવિણ જૈનની કરી ધરપકડ

ગાંધીનગર CID ક્રાઈમે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા નામચીન બુકી પ્રવિણ વિક્રમભાઈ જૈનની ધરપકડ કરી છે. CID ક્રાઇમના સી.આઈ સેલના અધિકારીને મળેલી બાતમીના આધારે થલતેજમાં આવેલા 40 નંબરના સોમવિલા બંગ્લોઝમાં ગઈકાલે 10 જૂલાઈના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા. 

પ્રવિણ જૈનના 17 મોબાઈલ, એક લેપટોપ, લકઝરીયસ પોર્શે ફોરવ્હીલ જપ્ત 

આ દરોડામાં આરોપી પ્રવિણ જૈન પાસેથી રૂ.1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે,  જેમાં 17 મોબાઈલ ફોન, એક લેપટોપ તથા લકઝરીયસ પોર્શે ફોરવ્હીલ ગાડી મળી આવી છે. તમામ મુદ્દામાલને હાલ કબજે કરી લેવામાં આવ્યો છે.

આરોપી પ્રવીણ જૈન તેની સાથે બીજા આઠ લોકોને જુદી-જુદી કુલ 6 એપ્લીકેશન મારફતે સટ્ટો રમાડતો હતો. હાલ CID ક્રાઈમે બુકી પ્રવિણ જૈનની ધરપકડ કરીને ફરાર 8 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અને ગેમ્બલિંગની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. આ કેસમાં આ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે : 

  1. પ્રવિણ વિક્રમભાઈ જૈન - સોમવિલા બંગલોઝ -થલતેજ
  2. ભેરવ બી.ટી - અમદાવાદ
  3. કુકી - દિલ્હી તથા જયપુર
  4. રાધે - અમદાવાદ
  5. બાલાજી - રાજસ્થાન,જોધપુર
  6. બાલા - સુરત
  7. રામભાઈ - રાજસ્થાન, જોધપુર
  8. શની- સુરત
  9. કપિલ બાલોતરા

પ્રવીણ જૈન 6 એપ્લિકેશન થકી સટ્ટો રમાડતો હતો

પ્રવીણ જૈન કોલંબો સ્ટ્રાકેર અને જાફફન કિંગ્સ વચ્ચે ક્રિકેટ મેચ પર આ  6 એપ્લિકેશન   મારફતે સટ્ટો રમાડતા હતો : 

  1. શેફોરની
  2. નિન રાધેએક્સએચ.કોમ,
  3. વર્લ્ડ 777.કોમ,
  4. ટેનએક્સએચ.કોમ,
  5. બીમએમ ડબ્લ્યુ બીઈટી 777,
  6. લકી-7

તમામ એપ્લીકેશનમાં કુલ રૂ.21.30 કરોડનું બેલેન્સ હોવાનું જાણવા મળતા ટેકનીકલ એનાલીસીસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો