'દુર્ઘટના સર્જાય તો ગેમઝોનની કોઇ જવાબદારી નહીં રહે', રાજકોટ ગેમ ઝોનની છટકબારી
રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક 32ને સ્પર્શી ગયો છે.TRP ગેમ ઝોનના માલિકો 'મોતનું ફોર્મ' ભરા

રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક 32ને સ્પર્શી ગયો છે.TRP ગેમ ઝોનના માલિકો 'મોતનું ફોર્મ' ભરાવતા હતાં, જે લોકો ગેમ્સ રમવા આવતા હતા તેમની પાસે પહેલા ફોર્મ ભરાવવામાં આવતું હતું. પહેલેથી જ પોતાનો બચાવ માટે છટકબારીઓ રાખી હતી.
TRP ગેમ ઝોનના માલિકો 'મોતનું ફોર્મ' ભરાવતા હતાં
આ ફોર્મની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું હોય છે કે કોઈનેપણ કોઈ પ્રકારની ઈજા અથવા તો મોત થાય તો TRP ગેમઝોન જવાબદાર રહેશે નહીં. ગેમઝોન દ્વારા કમાણી કરવામાં આવતી હતી, પણ સેફ્ટી માટે કોઈ જવાબદારી રાખતા નહોતા.
અગ્નિકાંડ મામલે ફરિયાદ દાખલ
અગ્નિકાંડ મામલે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.






