મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મિત્રની બહેનને પરિણિત યુવકે પ્રેમ જાળમાં ફસાવી, ભાઈને જાણ થતા જ જમવા બોલાવીને કર્યુ આવું..

સુરતમાં હત્યાના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરા GIDC વિસ્તારમાં GEB કમ્પાઉન

મિત્રની બહેનને પરિણિત યુવકે પ્રેમ જાળમાં ફસાવી, ભાઈને જાણ થતા જ જમવા બોલાવીને કર્યુ આવું..

સુરતમાં હત્યાના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરા GIDC વિસ્તારમાં GEB કમ્પાઉન્ડ નજીક એક પુરુષની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે. પરિણિત હોવા છતાં આરોપી તેજસિંહની બહેન સાથે પ્રેમ સંબંધમાં હતો. જે અંગે આરોપી અને તેના સાથીદાર શિવ બહાદુરની મૃતક કરણસિંહ સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ તેની સિમેન્ટના બ્લોક વડે માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મરનાર અને આરોપી બંને એકબીજાના મિત્ર હતા.

પ્લાન બનાવી હત્યા કરી

બંને આરોપીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, કરણસિંહ આરોપી તેજસિંગની બહેન સાથે પ્રેમ સંબંધમાં હતો. જેને લઇ બંને વચ્ચે વારંવાર તકરાર થતી હતી. 12મી ઓગસ્ટના રોજ રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં વડોદ શાસ્ત્રીનગર ખાતે શિવ બહાદુરસિંહના રૂમ પર ત્રણેય મિત્રો સાથે જમવાનું આયોજન કરી ભેગા થયા હતા. ​​​​​​​અગાઉની અદાવત રાખી તેજસિંહ અને શિવ બહાદુરે કરણસિંહની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.

સીસીટીવીના આધારે તપાસ

DCP વિજયસિંહ ગુર્જરે કહ્યુ કે, પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરી હતી ત્યાં જમીન પર એક વ્યક્તિ પડેલો હતો અને તેની બાજુમાં શાકભાજીની થેલી હતી. જુદી-જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. મૃતદેહથી 200 મીટર દૂર એક પર્સ મળી આવ્યું હતું. આ પર્સ મૃતકનું હતું. જેમાંથી તેનું આઈડી કાર્ડ મળી આવ્યું હતું. જેના આધારે તેની ખરાઈ કરવામાં આવી. વડોદમાં રહેતા રામ સજીવનસિંહ તરીકે થઈ હતી. મૂળ તે ઉત્તર પ્રદેશના હમીરપુરનો છે અમે હમીરપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તેના પરિવારના કયા સભ્યો સુરતમાં રહે છે. તેની માહિતી મેળવી.આ પછી CCTV અને CDRના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો