મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: '3 અઠવાડિયામાં ચાર્જ ફ્રેમ કરો', તથ્ય પટેલ કેસમાં સુપ્રિમ કોર્ટનો મહત્ત્વનો આદેશ

અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રિમ કોર્ટે મહત્ત્વનો આ

Ahmedabad news: '3 અઠવાડિયામાં ચાર્જ ફ્રેમ કરો', તથ્ય પટેલ કેસમાં સુપ્રિમ કોર્ટનો મહત્ત્વનો આદેશ

અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રિમ કોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં 3 અઠવાડિયામાં ચાર્જ ફ્રેમ કરવા હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તથ્ય પટેલ સામે કેસ ચાલશે. 

તથ્ય પટેલ જુદી જુદી અદાલતોમાં અરજી કરી રહ્યો હતો

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર પૂરઝડપે કાર હંકારી 9 લોકોનો ભોગ લેનાર આરોપી તથ્ય પટેલ સામે સકંજો કસાયો છે. તથ્ય પટેલ અકસ્માત બાદથી જ ન્યાયિક પ્રક્રિયાનો ગેરફાયદો ઉઠાવી જુદી જુદી અદાલતોમાં અરજી કરી રહ્યો હતો, જે બાદ સર્વોચ્ચ અદાલતે આ કેસમાં 3 અઠવાડિયામાં ચાર્જ ફ્રેમ કરવા હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તથ્ય પટેલ સામે કેસ ચાલશે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર કેસમાં સરકારે પારદર્શિતા રાખવા વિશેષ સરકારી વકીલ તરીકે પી.એમ.ત્રિવેદીની નિમણૂક કરી હતી. 

આ સમાચાર શેર કરો