મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચોથી મેગા બ્રાહ્મણ સમીટ 15થી 17 માર્ચ યોજાશે, ઉદ્યોગકારોના 300થી વધુ સ્ટોલ લાગશે

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2015માં સૌથી પહેલા મહાત્મા મંદિર ખાતે મે

ચોથી મેગા બ્રાહ્મણ સમીટ 15થી 17 માર્ચ યોજાશે, ઉદ્યોગકારોના 300થી વધુ સ્ટોલ લાગશે

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2015માં સૌથી પહેલા મહાત્મા મંદિર ખાતે મેગા સમીટનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે અમદાવાદના વિજ્ઞાન ભવન સાયન્સ સીટી ખાતે 15 માર્ચથી 17 માર્ચ સુધી બિઝનેસ સમીયનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અગાઉ કરેલા મેગા બિઝનેસ સમિટમાં 10000 કરતાં વધારે લોકોને રોજગારી મળી હતી.

બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન

ગુજરાતની અંદર છેલ્લા થોડાક વર્ષોથી દરેક સમાજ દ્વારા પોતાના સમાજના યુવાઓને ઔદ્યોગિક રીતે આગળ વધવા માટેની તક ઉભી થાય તેના માટે અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા આ રીતે બિઝનેસ સમીટનું આયોજન કરવામાં આવતું રહ્યું છે. તેવી જ રીતે બ્રાહ્મણ સમાજ દ્વારા પણ મેગા બ્રાહ્મણ સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વધુમાં વધુ બ્રાહ્મણ જ્ઞાતિના યુવક યુવતીઓ પોતાના પગ ઉપર ઉભા રહે રોજગારી મેળવે પોતાનો ઉદ્યોગ આગળ વધાવે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમીટની અંદર ભાગ લેનાર યુવક યોગીઓને પોતાનો વ્યવસાય કેવી રીતે આગળ વધારવું તેમ જ રોજગારી અંગેની પણ ઘણી બધી માહિતી આપવામાં આવશે. બ્રાહ્મણ સમાજ સિવાયની પણ અન્ય કંપનીઓ પણ ભાગ લેવાના છે.

ત્રણ લાખથી વધુ લોકો ભાગ લેશે

બ્રાહ્મણ ઉદ્યોગકારોના 300 થી વધુ સ્ટોલ હશે 600થી વધુ કંપનીઓ લાભ લેશે. જેમાં બ્રાહ્મણ કંપનીઓ તેમજ બિન બ્રાહ્મણ કંપનીઓ પણ ભાગ લેશે. જે લોકો બ્રાહ્મણ સમાજના યુવા વર્ગને રોજગારી આપ્યું હશે. તેવા પણ 600થી વધુ કંપનીઓ ભાગ લેશે. રોજગાર મેળા અંતર્ગત સ્થળ ઉપર જ એપોઇન્ટમેન્ટ લેટર મળી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. સમાજના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા અને સમાજનું નામ દેશ વિદેશમાં રોશન કામ કરનાર બ્રહ્મ રત્નોનું પણ સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી પણ હાજર રહેશે તેવી મને ખાતરી આપી છે. સમાજને આગળ કેવી રીતે વધારવો રોજગારી કેવી રીતે વધે તે દિશામાં કરવામાં આવ્યું છે. બ્રાહ્મણો જે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ આયોજન કરવામાં આવે છે. રાત્રિના સમય દરમિયાન બ્રાહ્મણ સમાજના કલા સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ પોતાની પ્રતિભા બતાવી શકશે. જીવન સાથે પસંદગી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો