મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: સિંધરોટ ખાતે મહી નદીમાં ડૂબી જતા ચાર યુવાનના મોત, હોડીની પાછળ બાંધીને મૃતદેહોને બહાર લવાયા

વડોદરા નજીક સિંધરોટ ખાતે મહીસાગર નદીમાંથી ચાર યુવાનોની લાશ મળી આવી હતી. સ્થાનિક તરવૈયાઓએ લાશોને બહ

વડોદરા: સિંધરોટ ખાતે મહી નદીમાં ડૂબી જતા ચાર યુવાનના મોત, હોડીની પાછળ બાંધીને મૃતદેહોને બહાર લવાયા

વડોદરા નજીક સિંધરોટ ખાતે મહીસાગર નદીમાંથી ચાર યુવાનોની લાશ મળી આવી હતી. સ્થાનિક તરવૈયાઓએ લાશોને બહાર કાઢી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા જિલ્લામાં  સિંધરોટ ગામ પાસેથી  પસાર થતી મહીસાગર નદીમાં ચાર યુવાનોની લાશો તરતી હતી. જે બાદ સ્થાનિક તરવૈયાઓએ લાશોને બહાર કાઢી હતી. 

ચારેય યુવાનો નદીમાં ન્હાવા આવ્યા હોવાનો અંદાજ

બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ચાર યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. ચારેય યુવાનો નદીમાં ન્હાવા આવ્યા હોવાનો અંદાજ છે.

તાજેતરમાં જ મહી નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના મોત થયા હતા

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડોદરાના સિંધરોટ નજીક કોટના બીચ પર મહી નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત થયા હતા. વતા હોય છે. તાંદલજાનાઆ બંને યુવાનો 5 મિત્રો સાથે આવ્યા હતા અને મહી નદીમાં  ન્હાવા પડતા ઊંડા પાણીમાં ડૂબયાં હતા અને તેમનું મૃત્યુ થયું હતું. 

આ સમાચાર શેર કરો