મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉદેપુર નેશનલ હાઇવે પર એકસાથે ચાર વાહનોની ટક્કર; ભાભર તાલુકાના 3 યુવાનો સહિત 4નાં કરુણ મોત, 6 ઘાયલ

ગઈકાલે સાંજે રાજસ્થાનના ઉદેપુર નેશનલ હાઇવે રોડ પર પીનવડા નજીક ધડાકાભેર ગંભ

ઉદેપુર નેશનલ હાઇવે પર એકસાથે ચાર વાહનોની ટક્કર; ભાભર તાલુકાના 3 યુવાનો સહિત 4નાં કરુણ મોત, 6 ઘાયલ

ગઈકાલે સાંજે રાજસ્થાનના ઉદેપુર નેશનલ હાઇવે રોડ પર પીનવડા નજીક ધડાકાભેર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ગુજરાતના વાવ અને થરાદ જિલ્લાના ત્રણ યુવાનો સહિત કુલ ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. આ ભયાનક દુર્ઘટનામાં એક મહિલા પણ મૃત્યુ પામી છે, જ્યારે અન્ય છ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગમખ્વાર અકસ્માત એકસાથે ચારથી વધુ વાહનોના અચાનક અથડામણને કારણે થયો હતો. મૃતક યુવાનો ગુજરાતમાંથી ઉજ્જન તરફ ફરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને આ મોટો અકસ્માત નડ્યો હતો.

અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ યુવાનો વાવ-થરાદ પંથકના અને ભાભર તાલુકાના હોવાનું સામે આવ્યું છે. મૃતકોની ઓળખ: ઠાકોર અરવિંદ વાલજી (મૂળ: મેરા, તાલુકો: ભાભર), ઠાકોર પ્રકાશ રમેશજી (મૂળ: ભીમબોરડી, તાલુકો: ભાભર), ઠાકોર વિક્રમ બળવંતજી (મૂળ: અબાસણા, તાલુકો: ભાભર)

ચાર યુવાન મિત્રો સાથે ફરવા ગયા હતા, જેમાંથી ત્રણ યુવાનોનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે એક યુવાનનો આબાદ બચાવ થયો હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ ગત મોડી સાંજે ત્રણેય યુવાનના પરિવારો શોક અને દુઃખમાં ગરકાવ થઈ ગયા હતા અને તાત્કાલિક ઉદેપુર જવા રવાના થયા હતા. વાવ અને થરાદ પંથકમાં આ યુવાનોના મોતના સમાચારથી ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આ સમાચાર શેર કરો