મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ANAND : ખાનપુર પાસે મહીસાગર નદીમાં ડૂબી જતાં ચાર લોકોના મોત

Anand News : રાજ્યમાં નદી-તળાવ જેવા જળાશયોમાં ડૂબી જવાથી લોકોના મોતઈ ઘટનાઓ વધી રહી છે. ગરમીના કારણે લોકો

ANAND : ખાનપુર પાસે મહીસાગર નદીમાં ડૂબી જતાં ચાર લોકોના મોત

Anand News : રાજ્યમાં નદી-તળાવ જેવા જળાશયોમાં ડૂબી જવાથી લોકોના મોતઈ ઘટનાઓ વધી રહી છે. ગરમીના કારણે લોકો રજાના દિવસે તળાવ અને નદીમાં ન્હાવા જાય છે અને ઊંડા પાણીમાં ડૂબીને મોતને ભેટે છે. આણંદ જિલ્લામાં આવી વધુ એક ઘટના ઘટી છે. 

મહીસાગર નદીમાં ડૂબી જતાં ચારના મોત

આણંદ જિલ્લામાં ખાનપુર પાસે મહીસાગર મહીસાગર નદીમાં ડૂબી જતાં ચાર લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા ખંભોળજ પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી ચાર મૃતદહોને બહાર કાઢવામાં આવ્યાં છે. મૃતકમાં બે મહિલા અને બે યુવક છે, જેમના નામ આ પ્રમાણે છે : 

  • સુરેશ ઈશ્વરભાઈ વાઘેલા 
  • પ્રકાશભાઈ બાબુભાઈ વાઘેલા
  • વાસુબેન પુજાભાઈ સોલંકી 
  • જ્યોતિબેન પ્રકાશભાઈ વાઘેલા

આ સમાચાર શેર કરો