સુરતની આગમાં ખુવાર થયેલા વેપારીઓની મદદ આવ્યું ફોસ્ટા, રીલિફ કમિટી દ્વારા ફરી બેઠા કરવા અપાશે સાથે
સુરત દાનવીર કર્ણની ભૂમિ છે. ત્યારે રિંગરોડ પર આવેલી ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગતાં શિવશક્તિ માર્કેટના 834 દુકાનદારોને ખૂબ વ

સુરત દાનવીર કર્ણની ભૂમિ છે. ત્યારે રિંગરોડ પર આવેલી ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગતાં શિવશક્તિ માર્કેટના 834 દુકાનદારોને ખૂબ વેઠવું પડ્યું છે. ઘણી દુકાનો સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હોવાથી વેપારીઓ ખુવાર થઈ ગયા છે. ત્યારે આ વેપારીઓને બેઠા કરવા માટે ફોસ્ટા દ્વારા એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેપારીઓને બેઠા કરવા માટે એક કમિટીની રચના કરવાનું નક્કી કરાયું હતું. જેમાં માર્કેટના વેપારીઓ સહિત 11 સભ્યોની કમિટી દ્વારા એક નંબર જાહેર કરીને રૂપિયા એકઠા કરીને વેપારીઓને સાથ આપવાનું નક્કી કરાયું છે.
માર્કેટમાં મોટું નુકસાન
ફોસ્ટાના અધ્યક્ષ કૈલાશ હકીમે કહ્યું કે, આગની ઘટનામાં 36 કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો છે. 834 દુકાનની ટેક્સટાઇલ માર્કેટમાં ખૂબ મોટું નુકસાન થયું છે. તમામ લોકોના મનમાં એક પીડા છે. વેપારીઓ માટે અમે શું કરી શકીએ તેનો અમે વિચાર કરતાં હતાં. વેપારીઓને રડતા અને દુઃખી થતા અમે ખૂબ નજીકથી જોયા છે. સુરત માતા તાપી અને દાનવીર કર્ણની ધરતી છે. અમે વેપારીઓને મદદ નથી કરતા અમે સાથ આપીએ છીએ. શિવ શક્તિ માર્કેટ રિલીફ ફંડ નામથી એક કમિટી બનાવવામાં આવશે.
બેંકમાં ટ્રાન્સફર કરાશે
11 લોકોની કમિટી બનશે જેમાં 4 લોકો શિવ શક્તિ માર્કેટના હશે. રોકડમાં એક પણ રૂપિયો લેવામાં આવશે નહીં તમામ રકમ બેંક એકાઉન્ટ ટ્રાન્સફર થશે. મદદ કરનાર વ્યક્તિને અમે એક મોબાઈલ નંબર આપીશું. ત્યારબાદ આ નંબર પર મિસ્કોલ કરનાર વ્યક્તિને અમે બેન્ક એકાઉન્ટની વિગત આપીશું. 5 હજાર ઓછામાં ઓછી મદદ કોઈ પણ વેપારી કરી શકશે. અકાઉન્ટમાં જેટલા પણ પૈસા આવશે તે કોને કઈ રીતે આપવામા આવે તે 11 લોકોની કમિટી નક્કી કરશે.






