ખોટો જન્મનો દાખલો બનાવી ભાજપ પ્રમુખ બનવા ઉપડ્યા ગામના પૂર્વ સરપંચ
પદ અને પ્રતિષ્ઠા મેળવવા માટે લોકો કોઈ પણ હદ સુધી જવા તૈયાર હોય છે. એવામાં અમરેલી જિલ્લામાં એક ગામના પૂર્વ સરપંચ

પદ અને પ્રતિષ્ઠા મેળવવા માટે લોકો કોઈ પણ હદ સુધી જવા તૈયાર હોય છે. એવામાં અમરેલી જિલ્લામાં એક ગામના પૂર્વ સરપંચે જન્મના દાખલામાં ફેરફાર કરી ભાજપના પ્રમુખ બનવા માટે ખોટા દસ્તાવેજો દાખલ કરી ઉમેદવારીપત્ર નોંધાવ્યું છે એવા આરોપ લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : PMJAY ડિલિવરી સ્કેમ: ડૉક્ટરોએ વધુ પૈસાની લાલચમાં 6151 સિઝેરિયન પ્રસુતી કરાવી હોવાનો આરોપ
અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં ભાજપ પ્રમુખ બનવા માટે વધુમાં વધુ 45 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી જુના જાંજરીયા ગામના પૂર્વ સરપંચ વિપુલ કયાડા દ્વારા ઉંમરમાં ફેરફાર કરી નકલી જન્મનો દાખલો બનાવવામાં આવ્યો. અને ખોટા દસ્તાવેજો દાખલ કરી ભાજપ પ્રમુખનું ફોર્મ ભરવામાં આવ્યું. મોટા મુંજીયાસરના ઉપ સરપંચ અને ભાજપના કાર્યકર નારણભાઈ વઘાસીયા દ્વારા પુરાવાઓ સહિત આ આરોપ લગાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે સ્થાનિક અને જિલ્લા ભાજપના હોદેદારો એ મૌન ધારણ કર્યું છે.




