મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરા પૂર્વ MLA નાથાભાઈ પટેલનું ચર્ચાસ્પદ નિવેદન

બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ વિરોધ હજુ પણ યછાવત જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિ

બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરા પૂર્વ MLA નાથાભાઈ પટેલનું ચર્ચાસ્પદ નિવેદન

બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ વિરોધ હજુ પણ યછાવત જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ વિરોધ સાથે જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સજ્જડ બંધ સાથે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ધાનેરાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશનો વિરોધ થઇ રહ્યો છે. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા સ્થાનિકો માંગ કરી રહ્યાં છે. આજે ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને વિશાળ જન આક્રોશ સભાનું પણ આયોજન કરાયું છે. ધાનેરા સહિતના ગામના લોકો ધંધો રોજગાર બંધ રાખ્યો હતો.

આ પણ વાંચો : VIDEO: બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે વિરોધ યથાવત, ધાનેરા સજ્જડ બંધ, જન આક્રોશ સભાનું આયોજન

એવામાં બનાસકાંઠા જિલ્લા વિભાજનને મામલે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે, કીડી જેમ કચડાવવાનું નથી ભમરો બની ડંખ મારવાનો છે. કારની કૂટ નીતિ સામે લડવાનું છે અને પોતાનો હક મેળવવાનો છે. સરકાર તમને ખોટા વાયદા કરીને ભરમાવશે પણ તમે ભરમાતા નહિ.

આ સમાચાર શેર કરો