મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

માતરના પૂર્વ MLA કેસરીસિંહ સોલંકીને BJPએ પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ

ભારતીય જનતા પાર્ટીએ મોટી કાર્યવાહી કરતા માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પાર્ટીમ

માતરના પૂર્વ MLA કેસરીસિંહ સોલંકીને BJPએ પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ

ભારતીય જનતા પાર્ટીએ મોટી કાર્યવાહી કરતા માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. ગઈકાલે લીંબાસીમાં બુટલેગરને ત્યાં લાઈવ રેડ કરતા પાર્ટીએ મોટી કાર્યવાહી કરી છે. ઋષિકેશ પટેલ પ્રભારી મંત્રી આજે નડિયાદ આવતાની સાથે ખેડા જિલ્લા બીજેપી પ્રમુખ નયનાબેન પટેલ સાથે બંધ બારણે બેઠક કરી કેસરીસિંહને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.

જણાવી દઈએ કે, માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ ઘણા સમયથી અમૂલ ડેરીમાં થતાં ભ્રષ્ટાચાર મુદ્દે અવાજ ઉઠાવતા હતા. BJP પાર્ટીમાં હોવા છતાં પણ અન્યાય સામે અવાજ ઉઠાવવા બદલ પાર્ટીએ મોટી કાર્યવાહી કરી છે. 

કેસરીસિંહ સોલંકીએ અગાઉ વર્ષ 2012થી બે ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા આવ્યા હતા. જોકે, એ બાદ અન્ય કાર્યકર્તાની પસંદગી થઈ હતી. કેસરીસિંહ સોલંકી જ્યારે ચાલુ ધારાસભ્ય હતા, ત્યારે તેમજ અન્ય ઘણી રીતે વિવાદોમાં આવી ચૂક્યા છે. જેમાં વિધાનસભામાં ક્રોસ વોટિંગ સહિતના વિવાદોમાં આવી ગયા હતા.

આ સમાચાર શેર કરો