મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Anand news: બાકરોલ તળાવ પાસે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની જાહેરમાં હત્યા, Dysp સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે

ગુજરાતમાં જાહેરમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે આણંદના બાકરોલ તળાવ પાસે આણંદ નગર પાલિક

Anand news:  બાકરોલ તળાવ પાસે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની જાહેરમાં હત્યા, Dysp સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે

ગુજરાતમાં જાહેરમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે આણંદના બાકરોલ તળાવ પાસે આણંદ નગર પાલિકાના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેક ઉર્ફે બાલાની હત્યા કરવામાં આવી છે. મોર્નિંગ વોક કરવા નીકળેલા કોંગી કાઉન્સિલરની કરપીણ હત્યા કરીને હત્યારાઓ ફરાર થઈ ગયા છે.

 છરી ના ઉપરા છાપરી ઘા મારીને બરબરતા પૂર્વક હત્યા કરવામાં આવી

કોંગી નેતા પર છરી ના ઉપરા છાપરી ઘા મારીને બરબરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. કોંગ્રેસના નેતાઓ પણ દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હત્યાની ઘટનાની જાણ થતાં જ Dysp સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો હતો.

કોંગ્રેસ નેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો

કોંગ્રેસ નેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તો બીજી તરફ હત્યા કરનારાઓને જલ્દી થી જલ્દી પકડવાની માંગ કરવામાં આવી છે.  આણંદ કોંગ્રેસમાં પણ શોકનો માહોલ છવાયો હતો.

આ સમાચાર શેર કરો