મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:  સમૂહ લગ્નના આયોજકો ભાગી જવા મામલે પૂર્વ CM વિજય રૂપાણીનું નિવેદન

રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ભાગી જવાના મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું

રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ભાગી જવાના મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ગઈ કાલે આયોજિત એક સમૂહલગ્નમાં હાજરી આપી હતી. આ દરમિયાન અગાઉ સમૂહ લગ્નના આયોજકો ભાગી જવા બાબતે બનેલી ઘટનાને વખોડી હતી. 

પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, સમૂહ લગ્નના આયોજકો કન્યા અને જાનને રેઢી મુકીને જતા રહ્યા તે ખોટું છે. આવું ચલાવી ના લેવાય. આ ઘટના મામલે કડક હાથે કામ થવું જોઈએ. ભવિષ્યમાં ગરીબ માણસો સાથે આવી કોઈ છેતરપિંડી ન થાય તેની ચિંતા કરવી જોઈએ. જણાવી દઈએ કે, સમૂહ લગ્ન છેતરપિંડીનો આરોપી ચંદ્રેશ છત્રોલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

આ સમાચાર શેર કરો