VIDEO : રાજકોટમાં નવરાત્રીમાં શકીરાના ડાન્સ પર પૂર્વ સીએમ રૂપાણીનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું
NAVRATRI 2024 : રાજકોટની નીલ સીટી ક્લબમાં ગરબામાં બોલીવૂડ અને શકીરાના ગીત વગાડવા મુદ્દે થયેલા વિવાદ

NAVRATRI 2024 : રાજકોટની નીલ સીટી ક્લબમાં ગરબામાં બોલીવૂડ અને શકીરાના ગીત વગાડવા મુદ્દે થયેલા વિવાદ પર ભાજપના નેતા વિજય રૂપાણીએ જણાવ્યું કે આયોજક ગમે તે હોય ભાજપનો કાર્યકર હોય કે કોંગ્રેસનો મર્યાદાઓ રાખવી જરૂરી છે. સ્થાનિક વહીવટીતંત્રએ આના પર કાર્યવાહી કરવી જોઈએ. રાસ ગરબા પર રમાવવા જોઈએ, આપણે શક્તિની આરાધના માટે આ પર્વ ઉજવણી કરીએ છીએ. નવરાત્રી મહોત્સવમાં હિન્દુ સમાજની લાગણી દુભાઈ એવું ન થવું જોઈએ. સરકાર અને પોલીસ તંત્રએ આ બાબતો પર ચાંપતી નજર રાખવી જોઈએ. આ પ્રકારનું કૃત્ય નવરાત્રી કલ્ચર નથી,થર્ટી ફર્સ્ટ કલ્ચર છે. જુઓ વિજય રૂપાણીનું આ નિવેદન -




