મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત વિધાનસભાનાં પૂર્વ ડેપ્યૂટી સ્પીકર અને ભાજપના પૂર્વ ધારાસભ્યનું નિધન, આ બીમારીથી હતા પીડિત

આજે વહેલી સવારે ગાંધીનગર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે વહેલી સવારે નિધન થયું છે. 74 વર્ષીય ભાજપના

ગુજરાત વિધાનસભાનાં પૂર્વ ડેપ્યૂટી સ્પીકર અને ભાજપના પૂર્વ ધારાસભ્યનું નિધન, આ બીમારીથી હતા પીડિત

આજે વહેલી સવારે ગાંધીનગર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે વહેલી સવારે નિધન થયું છે. 74 વર્ષીય ભાજપના પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્ય લાંબા સમયથી બિમાર હતા. આ સમાચારથી ગુજરાતના રાજકારણમાં શોકનો માહોલ છવાયો છે.  મળતી માહિતી અનુસાર આજે સવારે ગાંધીનગરના સેક્ટર 27 ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નિકળશે. 

ભાજપના પીઢ નેતા ગણાતા શંભુજી ઠાકોર વર્ષ 2007, 2012 અને 2017માં તેઓ ગાંધીનગર દક્ષિણ, ગુજરાતમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને આરામ આપ્યો હતો અને તેમની જગ્યાએ અલ્પેશ ઠાકોરને  જવાબદારી સોંપી હતી. 

જણાવી દઈએ કે, શંભુજી ઠાકોર BJPનાં વરિષ્ઠ નેતાઓ પૈકી એક હતા. શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાનાં પૂર્વ ડેપ્યૂટી સ્પીકર પણ રહી ચૂક્યા છે. શંભુજી ઠાકોર ગાંધીનગરના MLA તરીકે ત્રણ ટર્મ સેવા આપી ચૂક્યાં છે.

આ સમાચાર શેર કરો