ભાજપના પૂર્વ કોર્પોરેટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, પોલીસે ઓફિસમાં જ કરી રેડ
રાજકોટ : ભાજપના પૂર્વ કોર્પોરેટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. પ્રદ્યુમનનગર પોલીસે ભાજપના પ

રાજકોટ : ભાજપના પૂર્વ કોર્પોરેટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. પ્રદ્યુમનનગર પોલીસે ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ વાગડીયાને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા છે.
રાજકોટમાં ભાજપના નેતા અને મહાનગર પાલિકાના સમાજ કલ્યાણ સમિતિના પૂર્વ ચેરમેન આશિષ વાગડીયાને પોતાની ઓફિસમાં પીધેલા ઝડપાયા હતા. પોલીસે કોઈની પણ ભલામણ રાખ્યા વિના કાર્યવાહી કરી છે. પૂર્વ કોર્પોરેટર આશિષ વાગડીયાને પ્રદ્યુમનનગર પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ વાગડીયા આલાપ ગ્રીન એપાર્ટમેન્ટ વિંગ Bમાં ઓફિસ નં. 210માં દારૂ પીધેલા હોવાની પોલીસને બાતમી મળી હતી.
પ્રદ્યુમનનગર પોલીસે ભાજપના નેતા અને મહાનગર પાલિકાના સમાજ કલ્યાણ સમિતિના પૂર્વ ચેરમેન આશિષ વાગડીયા સામે ગુન્હો નોંધ્યો હતો. હાલ ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ વાગડીયાને જામીન મળ્યા છે.






