મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BHUJ / ભારાપર ગામમાં 10 એકર જમીન પર કબ્જો કરનાર બિલ્ડર સામે વનવિભાગે નોંધાવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આંબાની વાડીથી શોભતા ભારાપર ગામના સીમાડા

BHUJ / ભારાપર ગામમાં 10 એકર જમીન પર કબ્જો કરનાર બિલ્ડર સામે વનવિભાગે નોંધાવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આંબાની વાડીથી શોભતા ભારાપર ગામના સીમાડામાં વનતંત્રની અંદાજે 3 કરોડની ખેતીની 10 એકર જમીન ઉપર ગેરકાયદેસર કબ્જા બદલ ભુજના બિલ્ડર ડેવલોપર્સ જગદીશ ઠક્કર સામે વનતંત્રએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે.

કચ્છ-પૂર્વ વન વિભાગમાં આવતી ભારાપરની સીમની કિંમતી જમીનમાં મોટા મોટા ફાર્મ હાઉસ, અદ્યતન ખેતી, કેસર કેરીના બગીચા હજારો એકરમાં પથરાયેલા છે. તેની વચ્ચે ભારાપર સેડાતાના રોડ પર મોકાની જમીન વનતંત્રની હોવા છતાં બિલ્ડરે દબાણ કરીને આંબાનો બગીચો બનાવી નાખ્યો હતો. 

કચ્છ-પૂર્વ વન વિભાગના નાયબ વન અધિક્ષકના જણાવ્યા પ્રમાણે DILR પાસેથી માપણી કરાવ્યા બાદ જમીન વનતંત્ર હસ્તક હોવાનું બહાર આવ્યું છે. જંગલ ખાતા ઉપરાંત મહેસૂલ ખાતાની પણ અહી જમીન છે. તેથી દબાણ થયું હોવાનું સાબિત થતા બિલ્ડર ડેવલોપર્સ જગદીશ ઠક્કર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

પ્રાથમિક દૃષ્ટિએ સાત એકરથી વધારે દબાણ હોવાનું માલૂમ પડ્યું હોવાથી પ્રાંત અધિકારી દ્વારા ફરીથી નકશા બનાવવાનો આદેશ કરાયો છે. આ કેસની સુનાવણી બાદ તુરંત જમીનનો કબ્જો લેવામાં આવશે. અત્યારે પણ આ જમીનમાં આંબાનું વાવેતર છે.આ વિસ્તારમાં પ્રતિ એકરના ભાવ 30 લાખ રૂપિયા ચાલે છે.

આ સમાચાર શેર કરો